સુરત
Trending
ખેરની તસ્કરીનું આંતરરાજ્ય રેકેટ પર્દાફાશ: ચીખલીના ગોડથલમાંથી પિતા-પુત્ર સહિત 19 જણાની સંડોવણી,
વલસાડ ઉત્તર વન વિભાગનો સપાટો: અનામત ખેરની છાલનો મોટો જથ્થો ઝડપાયો, ઉત્તર પ્રદેશના મોંધા નેટવર્કના સૂત્રધાર ફરહાન અલીનું નામ સામે આવ્યું

નવસારી જિલ્લામાં વલસાડ ઉત્તર વન વિભાગે અનામત ખેરની છાલની ગેરકાયદેસર તસ્કરી સામે મોટો સપાટો બોલાવ્યો છે. ચીખલીના ગોડથલ વિસ્તારમાં દરોડા બાદ એક આંતરરાજ્ય કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં સ્થાનિક તસ્કરો ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સુધીના કનેક્શન ખુલ્યા છે. હાલ સુધીમાં 19થી વધુ લોકોની સંડોવણી સામે આવી છે.
બાતમીના આધારે વન વિભાગે ગોડથલમાં તપાસ કરતા મોટો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો. પ્રાથમિક તપાસમાં ત્રણ મુખ્ય સૂત્રધાર—
કપેશ ઈશ્વરભાઈ પટેલ / અર્જુન પટેલ / હેમલ પટેલ (પુત્ર)સામે આવ્યા છે. આ ત્રણે દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી ખેરના વૃક્ષો ગેરકાયદેસર કાપી જથ્થો મેળવી રહ્યા હતા.
—
મોડસ ઓપરેન્ડી: ગુજરાતથી છોલાઈ, મહારાષ્ટ્રે મોકલાઈ, સૂત્રધાર UP થી
વન વિભાગ મુજબ જંગલમાંથી ખેર લાવ્યા પછી પીડવળ વિસ્તારના મજૂરો લાકડું છોલી અને તૈયાર કરતા.
➡️ તૈયાર માલ વાહન મારફતે મહારાષ્ટ્ર મોકલવામાં આવતો.
➡️ આ સમગ્ર નેટવર્કના સંકલનમાં ઉત્તર પ્રદેશના કૈસરગંજના ફરહાન અલી ની મુખ્ય ભૂમિકા હતી.
➡️ ખેરની છાલનો જથ્થો મહારાષ્ટ્રના ચિપલૂન સુધી પહોંચાડવામાં આવતો હતો.
19થી વધુ આરોપીઓ, બે રાજ્યોમાં તપાસનો ધમધમાટ
આ પ્રકરણમાં કુલ 19થી વધુ તસ્કરોની સંડોવણી સામે આવી છે. વન વિભાગે ભારતીય વન અધિનિયમ હેઠળ ગુનો નોંધીને ગુજરાત અને મહારાષ્ટ્ર માં તપાસ શરૂ કરી છે. UP કનેક્શન મળતા તપાસનું જાળું વધુ વ્યાપક બન્યું છે.
વન વિભાગની કડક ચેતવણી
વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જંગલ સંપત્તિની તસ્કરીમાં સંડોવાયેલા કોઈપણ તત્ત્વને છોડવામાં નહીં આવે .
કાયદેસર કાર્યવાહી વધુ તીવ્ર બનાવવામાં આવી રહી છે અને આવા રેકેટ્સ પર શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવામાં આવી છે.




