સુરત
કામરેજના નવાગામમાં 20 વર્ષીય પરપ્રાંતિય યુવકનો ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરીને અંત
પોલીસે મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


કામરેજ,
કામરેજ તાલુકાના નવાગામ વિસ્તારમાં એક 20 વર્ષીય પરપ્રાંતિય યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની નોંધ કામરેજ પોલીસ મથકે કરવામાં આવી છે, અને પોલીસે મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૃતક યુવકની ઓળખ રાજુ શ્યામલાલ પ્રસાદ (ઉંમર 20) તરીકે થઈ છે. તે મૂળ બિહાર રાજ્યના શિવાંગ જિલ્લાના ગભરાબિન્ટોલા ગામનો રહેવાસી હતો. હાલ તે કામરેજના નવાગામ વિસ્તારમાં ઉદ્યોગનગર નજીક આવેલ ક્રિષ્ના હાઇટ્સના રૂમ નં. A-501 માં રહેતો હતો.
માહિતી મુજબ, રાજુએ પોતાના રૂમમાં એકલતાનો લાભ લઈ પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. તેની આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને યુવકે કયા સંજોગોમાં આ પગલું ભર્યું તે દિશામાં તપાસ શરૂ કરી છે.




