સુરત
Trending

હાઈએલર્ટ: સુરત એરપોર્ટ પર ત્રિ-ચરણ ચેકિંગ, મુસાફરોને 3 કલાક વહેલું પહોંચવા સૂચના

હેન્ડ બેગનું ત્રણ વખત ચેકિંગ: બે વાર મેન્યુઅલ અને ત્રીજું ડોગ સ્ક્વોડ કરશે

સુરત
દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત એરપોર્ટને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યું છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન (BCAS) દ્વારા તમામ ફ્લાઇટોમાં સેકન્ડરી લેડર પોઈન્ટ ચેકિંગ ફરજિયાત કરાઈ છે. પેસેન્જરોના હેન્ડ લગેજની ચકાસણી ત્રણ તબક્કામાં થશે –

1. પ્રથમ મેન્યુઅલ ચેકિંગ
2. બીજું મેન્યુઅલ ચેકિંગ
3. ડોગ સ્ક્વોડ દ્વારા ત્રીજું ચેકિંગ
પેસેન્જરોને 7 કિલોની બેગ સાથે ત્રણ કલાક વહેલા એરપોર્ટ પહોંચવા માટે સલાહ આપવામાં આવી છે, જેથી ચેકિંગ સરળતાથી અને સમયસર પૂર્ણ થઈ શકે.

🔹 CISF અને અન્ય એજન્સીઓની કડક સુરક્ષા
🔹 CISF સ્ટાફ સામાન સ્ક્રીનિંગ, વાહનો તપાસ અને મુસાફરો પર વોચ રાખી રહ્યા છે.
🔹 એરપોર્ટ ડાયરેક્ટર અને કમાન્ડન્ટ કુમાર અભિષેકની અધ્યક્ષતામાં સુરક્ષા સંકલન બેઠક યોજાઈ.
🔹 પાર્કિંગ, સિટી સાઇડ, લેન્ડ સાઇડ, કાર્ગો અને ટર્મિનલ્સમાં સઘન ચેકિંગ ચાલુ છે.
🔹 મેન્યુઅલ ચેકિંગમાં સમય
🔹 એક હેન્ડ લગેજ મેન્યુઅલ ચેકમાં 15–25 મિનિટ લાગી શકે છે.
🔹 BCAS હિન્દી સમયને ધ્યાનમાં લઈને એરલાઇનોને સેકન્ડરી ચેકિંગ ફરજિયાત કરી છે, જેથી તાત્કાલિક જોખમ સામે સાવચેતી રાખી શકાય.
🔹 પ્રવેશ પહેલા સ્ટાફ અને મુસાફરોની કડક તપાસ
🔹 સ્ટાફની બાયોડીટા ચેક અને રેન્ડમ બેગ ચેકિંગ.
🔹 BDDS ટીમો તત્પર સ્થિતિ માટે તૈયાર.
🔹 પોલીસ સાથે મળીને એરપોર્ટની સુરક્ષા કડક.

સૂચના: મુસાફરોએ એરપોર્ટ પહોંચતી વખતે સમયસર પહોંચવું અને બધું સુનિશ્ચિત રાખવું અત્યંત જરૂરી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!