માંડવીના ગોળ કોલાઓમાં ઝેરી પ્લાસ્ટિક દોરાઓનો ઉપયોગ!
પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે ઘાતક પ્રદૂષણ — તંત્રની આંખ આડી કાન?
માંડવી તાલુકાના મુખ્ય માર્ગોની આસપાસ ધમધમી રહેલા ગોળના કોલાઓ (ઘાણીઓ) માં માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડે તેવા જોખમી

મટિરિયલ્સનો ઉપયોગ થઈ રહ્યો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.
ગોળ બનાવવા માટે લાકડા કે બા
યોફ્યુઅલના બદલે પ્લાસ્ટિકના દોરાઓ બળતણ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે , જેનાં કારણે હવામાં ઝેરી ધુમાડો ફેલાઈ રહ્યો છે.
માંડવી-કીમ રોડ, માંડવી-ઝંખવાવ રોડ સહિતના વિસ્તારોમાં આવેલા અનેક કોલાઓમાં આ દોરાઓના ટેમ્પો ખાલી થતા જોવામાં આવ્યા છે. ખેડૂતો પાસેથી શેરડી ખરીદતી આ ઘાણીઓમાં વજનમાં ગોબાચારી અને શેરડીના ઓછા ભાવ અંગે પણ સ્થાનિકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
સ્થાનિક પર્યાવરણપ્રેમીઓએ સવાલ ઉઠાવ્યો છે કે, મુખ્ય માર્ગોને અડીને ચાલતી આ જોખમી પ્રવૃત્તિ તંત્રના ધ્યાનમાં કેમ નથી? શું અધિકારીઓ જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યા છે?
ઝેરી
ધુમાડાથી લોકો પર અસર
♦ આંખમાં બળતરા: ધુમાડાને કારણે આંખોમાં તીવ્ર ચુભન અને પાણી આવવાની સમસ્યા.
🔹 શ્વાસ સંબંધિત રોગો: ફેફસાંમાં બળતરા, અસ્થમા અને લાંબા ગાળે પલ્મોનરી કેન્સરનું જોખમ.
🔹 પર્યાવરણ
ને નુકસાન: હવામાં ઝેરી તત્ત્વો, જમીન અને પાકની ગુણવત્તા પર પ્રતિકૂળ અસર.
સ્થાનિક લોકોનો આક્રોશ
સ્થાનિક પર્યાવરણપ્રેમી સંગઠનો અને રહેવાસીઓએ માંગ કરી છે કે, ગોળના કોલાઓમાં પ્લાસ્ટિક દોરાના ઉપયોગ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે. 🔹 પ્રદૂષણ ફેલાવતા કોલાઓ સામે કડક કાર્યવાહી થાય. 🔹 તંત્રના અધિકારીઓ સ્થળ પર તપાસ કરી, ગુનાહિત કેસો નોંધે.


