સમસ્ત આદિવાસી સમાજના આગેવાનોની રજુઆતને પગલે તીઘરા અંડરગોટા ધનોરી મુખ્ય રોડ પર બમ્પર મુકવામાં આવ્યા.
હવેથી બમ્પરોના લીધે વાહનોની ગતિ કાબુમાં આવતા અકસ્માતો અને એના લીધે થતાં જાનમાલને થતું નુકસાન અટકશે

અંડરગોટા મુખ્ય રસ્તાને તીઘરા ગોરગામ સાથે જોડતા રસ્તા પર બમ્પરના અભાવે હાઈસ્પીડ વાહનોને લીધે વારંવાર અકસ્માત થતાં આવેલ જેના લીધે ગ્રામજનોમાં ભારે આક્રોશની લાગણીઓ પ્રવર્તિ રહેલ હોવાથી ગ્રામજનો દ્વારા સમસ્ત આદિવાસી સમાજ વલસાડના આગેવાન મુકેશભાઈ ઠાકોરભાઈ પટેલને કરેલ હતી,આ બાબતે મુકેશભાઈએ વલસાડ આર & બી સાથે સતત સંકલનમાં રહી સતત રજૂઆત કરતા આર & બી વિભાગ દ્વારા મુકેશભાઈની રજૂઆત ધ્યાને લઇ બમ્પરો મૂકી આવતા સ્થાનિક લોકોએ ભારે રાહતની અને સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ તેમજ મુકેશ પટેલ પ્રત્યે આભારની લાગણી અનુભવી હતી.આ બાબતે મીડિયા સાથે વાતચીતમાં મુકેશ પટેલે જણાવ્યું હતું કે ડો.નિરવ પટેલ 9 મી ઓગસ્ટની જનજાગૃતિ સભામાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ ત્યારે ગ્રામજનો નવીનભાઈ,સતિષભાઇ,ચેતનભાઈ મિકેનિક વગેરેએ રજૂઆત કરતા ડોક્ટર સાહેબે દિવાળી પછી કાયદાકીય રાહે રજૂઆતો કરી અમે અમારાથી બનતા પુરા પ્રયાસો કરી તમારી વર્ષો જૂની સમસ્યા નિવારવા પ્રયાસો કરીશું અને એમણે સતત માર્ગદર્શન આપેલ તે પ્રમાણે સતત રજૂઆત કરતા આજે ગ્રામજનો ખુબ જ રાહતની લાગણીઓ અનુભવી રહ્યા છે અને અમે આશા રાખ્યે છીએ કે
એનો આનંદ છે.



