કોસંબા ટ્રોલીબેગ મર્ડર કેસમાં મોટો ફેરફાર — આરોપી રવિ શર્માને લાજપોર જેલમાં ખસેડાયો
સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન (પુનઃઅભ્યાસ) કર્યું હતું. જેમાં રવિ શર્માને તેના ઘરના સ્થળેથી લઈને તે જગ્યા સુધી લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેણે લાશ ફેંકી દીધી હતી.

—
📍 કોસંબા (સુરત):
કોસંબાના ચકચારી ટ્રોલીબેગ મર્ડર કેસ માં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. પ્રેમિકાની હત્યા કરીને લાશ બેગમાં ભરનાર આરોપી રવિ શર્મા ને આજે સુરત જિલ્લાની મધ્યસ્થ લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
ગઈકાલે પોલીસે આરોપી સાથે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન (પુનઃઅભ્યાસ) કર્યું હતું. જેમાં રવિ શર્માને તેના ઘરના સ્થળેથી લઈને તે જગ્યા સુધી લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેણે લાશ ફેંકી દીધી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ભેગા થયા હતા.
કેટલાંક દિવસો પહેલાં કોસંબાના તરસાડી ઓવરબ્રિજ નીચે સૂટકેસમાંથી યુવતીની લાશ મળી આવતા સમગ્ર સુરત જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે મૃતક યુવતી કાજલદેવી હતી, અને તેના પ્રેમી રવિ શર્માએ તેની હત્યા કરી હતી.
રવિ શર્માએ પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, “મેં ન્યૂઝ ચેનલોમાં અન્ય રાજ્યોમાં બેગમાં લાશ છુપાવવાના કિસ્સા જોયા હતા. તેથી એ રીતે જ લાશ છુપાવવાનો વિચાર આવ્યો. જોકે, લાશના ટુકડા કર્યા નહોતા.”
—
રિમાન્ડ અને તપાસ: કોસંબા પોલીસે આરોપીને દિલ્હી નજીકથી ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ માંગરોળ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરી હતી.
* પોલીસે 7 દિવસનો રિમાન્ડ માંગ્યો હતો, પરંતુ
* કોર્ટએ 3 દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો હતો.
રિમાન્ડ દરમિયાન પોલીસે નીચેના મુદ્દાઓ પર તપાસ હાથ ધરી હતી:
* હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં
* ગુના સમયે આરોપીએ પહેરેલા કપડાં
* મૃતકનો મોબાઈલ ફોન અને
* સીડી.આર. એનાલિસિસ (કૉલ ડિટેલ રેકોર્ડ્સ)
પોલીસ સૂત્રોનું નિવેદન: “રવિ શર્માના નિવેદન અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન મળેલા પુરાવા પરથી કેસ વધુ મજબૂત બન્યો છે. હવે આરોપીને કડક સજા થાય તે માટે દસ્તાવેજી પુરાવા તૈયાર કરવામાં આવી રહ્યા છે.”




