Uncategorized
Trending
આંબોલીના જાહેર માર્ગો પર ગંદકીના ઢગલા, સ્થાનિકોના સ્વાસ્થ્ય માટે જોખમ
તાપી કિનારે થી લઈને હાઈવે સુધી ગંદકીનો સામ્રાજ્ય; તંત્ર નિષ્ક્રિય, સ્થળિકોની ફરીયાદો છતાં ઉકેલ નથી

આંબોલી
આંબોલી ગામના જાહેર માર્ગો પર કચરાના ઢગલા અને દુર્ગંધયુક્ત ગંદકી કાયમ જોવા મળે છે, જેને દૂર કરવા માટે સ્થાનિક તંત્ર કોઈ અસરકારક પગલાં લેતું ન હોવાથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની ભીતિ છે.
નેશનલ હાઈવે-48 પર એસ્સાર પમ્પથી આંબોલી ચાર રસ્તા તરફ આગળ વધતા જ ડાબી બાજુમાં થર્મોકોલના ખોખા, ભંગાર અને પ્લાસ્ટિક ભરેલી ગંદકીના ખડકલા જોવા મળે છે. આંબોલી ચાર રસ્તાથી ખોલવડ તરફ જતા પુલ નીચે પણ પ્લાસ્ટિકયુક્ત કચરાનો મોટો ઢગલો જમા થયો છે.
તાપી નદીના કિનારે આવી ગંદકી ફેલાતી હોવાથી દુર્ગંધ વધવા સાથે રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ વધી રહી છે. ગ્રામ પંચાયતની હદમાં આવતા આ વિસ્તારોમાં લાંબા સમયથી ગંદકી યથાવત હોવાથી સ્થાનિકોએ સત્તાધીશોને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.
—
સમસ્યાના મુખ્ય મુદ્દા
* હાઈવે-48 થી આંબોલી ચાર રસ્તા સુધી કચરાના ઢગલા
* થર્મોકોલ, ભંગાર અને પ્લાસ્ટિકનો બેફામ નિકાલ
* પુલ નીચે પ્લાસ્ટિકયુક્ત ગંદકી—તાપી કિનારે દુર્ગંધમાં વધારો
* સ્વાસ્થ્ય માટે જોખમ છતાં તંત્રની કામગીરી નબ્દી
* સ્થાનિકોના વારંવારના નિવેદનો છતાં કાયમી ઉકેલ નહીં



