સાઉદી અરબમાં બસનો ભયાનક અકસ્માત
ટેન્કર સાથે ટક્કર બાદ 42 ભારતીયોના મોતની આશંકા; સરકારોએ હેલ્પલાઈન્સ જાહેર કરી

મદીનાની નજીક સાઉદી અરબમાં મક્કાથી મદીનાની તરફ જઈ રહેલી ઉમરાહ યાત્રીઓથી ભરેલી બસનો ટેન્કર સાથે ભયંકર અકસ્માત થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનામાં 42 જેટલા ભારતીયોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ બસમાં આગ ભભૂકી ઉઠી. ઘટના સ્થળનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઉમરાહ માટે ગયેલા ભારતીયો પર આવી દુર્ધટના
સ્થાનિક મીડિયાના અનુસંધાને બસમાં બેઠેલા મોટાભાગના યાત્રીઓ હૈદરાબાદના રહેવાસી હતા અને ઉમરાહ પઢવા સાઉદી અરબ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તેલંગાણા સરકારે રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક શરૂ કર્યો છે.
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું કે રાજ્ય સરકાર સતત કેન્દ્ર સાથે સંપર્કમાં છે અને દરેક પીડિત સુધી મદદ પહોંચાડવા પ્રયાસશીલ છે. ભારતીય દૂતાવાસે તાત્કાલિક મદદ માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે.
ઓવૈસીની પુષ્ટી, તાત્કાલિક કાર્યવાહીનો આગ્રહ
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ઘટના ગંભીર હોવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે અકસ્માત થયેલી બસમાં ઉમરાહ યાત્રી મુસ્લિમ શ્રદ્ધાળુઓ હતા અને અકસ્માત બાદ આગ લાગી હતી. તેમણે કેન્દ્ર સરકારને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી હતી.
ઓવૈસીએ રિયાધમાં ભારતીય એમ્બેસીના ડેપ્યુટી ચીફ ઓફ મિશન અબુ માથેન જ્યોર્જ સાથે વાતચીત કરી હતી, જેમણે તમામ માહિતી એકત્રિત કરવાની ખાતરી આપી છે.
તેલંગાણા અને ભારતના કન્સ્યુલેટની હેલ્પલાઈન્સ જાહેર
દુઃખદ ઘટનાની જાણકારી મેળવવા અને પીડિતોના પરિવારજનોને સહાય માટે તેલંગાણા સચિવાલયે કન્ટ્રોલ રૂમ સ્થાપિત કર્યો છે અને બે હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા છે.
સાથે જ જિદ્દાહ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે પણ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને જણાવ્યું કે બંને મિશનો પીડિતોની મદદ માટે સતત કાર્યરત છે.
– હેલ્પલાઈન નંબર
તેલંગાણા કન્ટ્રોલ રૂમ
* 79979 59754
* 99129 19545ભારતીય વાણિજ્ય દૂતાવાસ – જિદ્દાહ (ટોલ ફ્રી)
8002440003




