ડ તાલુકામાં રોડ-રસ્તાના સમારકામ અને રિ-સર્ફેસિંગનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ અભિયાનમાં સાણ્યણથી કદરામા સુધીના 10.2 કિલોમીટર લાંબા માર્ગ સહિત સાણ્યણ–કારેલી અને સાણ્યણ–મુળદ માર્ગોનું મરામત કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે.
કાર્ય દરમિયાન રસ્તાના ક્ષતિગ્રસ્ત ભાગોની પહેલા મરામત કરવામાં આવી રહી છે અને ત્યારબાદ પાતળી ડેન્સ બિટુમિનસ લેયર વડે રિ-સર્ફેસિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી માર્ગ વધુ ટકાઉ અને મજબૂત બને.
આ કામગીરીનો હેતુ ટ્રાફિક સરળ બનાવવો, મુસાફરોને આરામદાયક મુસાફરીનો અનુભવ અપાવવો અને રસ્તાનું આયુષ્ય વધારવાનો છે. માર્ગ મેન્ટેનન્સ અને સરફેસ રિન્યુઅલનું આ કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે તંત્ર સજ્જ છે.
હવે આ માર્ગો વધુ સમતળ, સુરક્ષિત અને ટકાઉ બને તેવી સ્થાનિકોમાં આશા છે.