
કામરેજ વિસ્તારમાં દાદા ભગવાન કોમ્પ્લેક્સના ફ્લેટ નં. 201માંથી 19–20 નવેમ્બર 2025ની વચ્ચે થયેલી ₹74,800ની ચોરી નો ભેદ ઉકેલાતાં પોલીસે ઉત્તરપ્રદેશના એક શખ્સને ઝડપી પાડ્યો છે. ચોરે પાછળના દરવાજેથી ઘરમાં ઘુસી સોના–ચાંદીના દાગીના, ઘડિયાળો, મોબાઈલ ફોન અને રોકડ ચોરી કરી હતી.
કામરેજ પોલીસ સ્ટેશનમાં આ અંગે BNS કલમ 331(4) અને 305(A) હેઠળ ગુનો નોંધાયો હતો.
સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ PI એ.ડી. ચાવડાની ટીમે 50થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા.
હેડ કોન્સ્ટેબલ વિરમભાઈ, ભરતભાઈ અને રમેશભાઈને ખાનગી બાતમી મળતાં લાડવી પાટિયા પાસે વોચ ગોઠવી બ્રિજેશ હરીરામ યાદવ (ઉંમર 23) ને ઝડપી પાડ્યો.
કડોદરા પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે એકને ઝડપ્યો
વરેલી ગામ નજીક વોચ ગોઠવી કડોદરા પોલીસે ધીરેંદ્રપ્રતાપસિંહ રાજપુતને અટકાવ્યો.
તપાસમાં તેની પાસે— દેશી હાથ બનાવટની પિસ્તોલ (કિંમત ₹20,000) , મોબાઈલ ફોન (₹500) મળીને ₹20,500 નો મુદ્દામાલ કેસથળેથી કબજે થયો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પિસ્તોલ તેને મનોજ મિશ્રા એ આપી હતી. મનોજ સ્થળ પરથી ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.




