હજીરાના મોરા-દામકાની ખાડીમાં માછલીઓના ટપોટપ મોત:
મળ-મૂત્રવાળું પાણી સીધું છોડાતા ઓક્સિજન લેવલ ઘટ્યું

સુરત જિલ્લાના હજીરા નજીક આવેલી મોરા-દામકા વિસ્તારની ખાડીમાં છેલ્લા કેટલાક દિવસોથી માછલીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. ખાડીમાં સીવેજનું પાણી કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર સીધું જ છોડાતા પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું છે, જેના કારણે મોટી સંખ્યામાં માછલીઓ મરીને પાણી ઉપર તણાઈને કિનારે આવી રહી છે. વિસ્તારમાં વ્યાપક દુર્ગંધ ફેલાતાં સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
ચોર્યાસી તાલુકાના હજીરા–મોરા વિસ્તારમાં લાંબા સમયથી મળ–મૂત્રવાળું પાણી સીધું જ દામકાની બાજુ આવેલી ખાડીમાં છોડવામાં આવતું હોવાની ફરિયાદો ઊઠતી રહી છે.
કોંગ્રેસના દર્શન નાયક ે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ને લેખિત ફરિયાદ કરી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ— મોરા વિસ્તારમાં અંદાજે 15,000 જેટલી વસ્તી ,
ઔદ્યોગિક ઝોન હોવાથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરોની હાજરી,
અને આ તમામ વિસ્તારોનું ગટરનું પાણી બિન-ટ્રીટેડ રૂપે ખાડીમાં છોડી દેવામાં આવે છે.
આઠ વર્ષથી ચાલતી સમસ્યા, હવે ગંભીર સ્થિતિ સ્થળિય લોકોનું કહેવું છે કે છેલ્લા આઠ વર્ષથી સતત બિન-ટ્રીટેડ કચરું અને ગટરનું પાણી ખાડીમાં છોડવામાં આવે છે. પાણીના પ્રદૂષણમાં સતત વધારો થતાં —
પાણીમાં ઓક્સિજનનું લેવલ ઘટી રહ્યું છે,
ખાડીનું જીવન તંત્ર ખોરવાઈ ગયું છે,
અને આજે સવારે મોટી સંખ્યામાં માછલીઓ મરી ગયેલી જોવા મળી હતી.
મૃત માછલીઓ કિનારે આવી ચડતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
પર્યાવરણ અને આરોગ્ય બંનેને ગંભીર જોખમ
સ્થાનિકોની માંગણી
1. ખાડીમાં ટ્રીટમેન્ટ વગરનું પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવું.
2. તુરંત STP (Sewage Treatment Plant) કાર્યરત કરવો અથવા સુધારો લાવવો.
3. પાણીના નમૂનાઓની લેબ રિપોર્ટ જાહેર કરવી.
4. જવાબદાર તંત્ર અને સંચાલકો સામે કાર્યવાહી કરવી.




