Uncategorized
Trending
ઉત્રાણ–ઉમરવાડા ડ્રગ્સ કેસનો મુખ્ય સૂત્રધાર સરફરાજખાન પઠાણ ઝડપાયો
સરફરાજખાન શબ્બીરખાન પઠાણ ને ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. આરોપી પાસેથી મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા અને બે મોટા ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપી સરફરાજખાન શબ્બીરખાન પઠાણ ને ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. આરોપી પાસેથી મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
27 જુલાઈ 2025ના રોજ અમરોલી ઉત્રાણ રેલવે ઓવરબ્રિજ નીચે હેપ્પી ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે સ્કોડા કારમાંથી મીત કરીયાવરા અને કેતન ઉર્ફે વકીલ પટેલને 30.150 ગ્રામ MD ડ્રગ્સ (કિંમત રૂ. 3,01,500) સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસમાં ખુલ્યું કે આ જથ્થો ઈમરાન શેખ મારફતે આવ્યો હતો અને ઈમરાનને આ ડ્રગ્સ સરફરાજખાન પઠાણ ે આપ્યા હતા. ત્યારથી સરફরাজખાન વોન્ટેડ હતો.
3 સપ્ટેમ્બર 2025ના રોજ ઉમરવાડા ચીમની ટેકરા વિસ્તારમાં રેડ કરીને પોલીસે એઝાઝ ઉર્ફે છોટયા શેખને 198.760 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (કિંમત રૂ. 19,87,600) સાથે પકડી લીધો હતો. આ મોટો જથ્થો મહારાષ્ટ્રથી મગાવવામાં આવ્યો હતો અને મગાવનાર મુખ્ય સૂત્રધાર તરીકે ફરી સરફરાજખાન પઠાણ નું નામ સામે આવ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સરફરાજખાન સલાબતપુરા ચીમલીયાવાડ વિસ્તારમાં છુપાયેલો છે. વોચ ગોઠવીને પોલીસે 30 વર્ષીય સરફરાજખાન પઠાણ ને ઝડપી પાડ્યો, જે બંને કેસોમાં મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યો છે.
મોબાઈલ ફોન કબજે, આગળની કાર્યવાહી શરૂ
પોલીસે તેના પાસેથી રૂ. 15,000 કિંમતનો ઓપ્પો મોબાઈલ ફોન કબજે કર્યો છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.


