
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા છે.
ભાવનગર: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા છે. શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવા વરસાદના ઝાપટા પડી રહ્યા છે. શહેરની વાત કરવામાં આવે તો બોરતળાવ, ચિત્રા, નારી ચોકડી, નીલમબાગ, વાઘાવાડી રોડ, ઘોઘા સર્કલ સહિતના વિસ્તારોમાં ઝરમર કમોસમી વરસાદ વરસી રહ્યો છે.





