પલસાણા: સુરત ગ્રામ્ય LCBએ પલસાણાના જોળવા ગામની આરાધના ગ્રીનલેન્ડ સોસાયટીના મકાન નં. 156 પરથી ₹9.51 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપતા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. પોલીસને 4,320 બોટલ ભારતીય બનાવટની વિદેશી વ્હીસ્કી અને બિયર મળી આવી છે, જેમાંથી 6 બોટલ સેમ્પલ તરીકે સીલ કરવામાં આવી છે.
પોલીસ મહાનિરીક્ષક અને સુરત ગ્રામ્યના SPના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન સામેની સઘન કામગીરી દરમિયાન PSI એચ.સી. મસાણીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મુકેશ ઉર્ફે સોનુ નાવડી જનરલ આહીર અને અનિલ માલી મકાનમાં દારૂનો સ્ટોક સંતાડી રહ્યા છે. દરોડા દરમિયાન બંને આરોપીઓ સ્થળેથી ગાયબ મળી આવ્યા હતા.
કુલ ₹9,51,840નો મુદ્દામાલ કબ્જે કરીને પલસાણા પોલીસને સોંપવામાં આવ્યો છે. બંને મુખ્ય બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી LCB વધુ તપાસ કરી રહી છે.