સુરત LCBની બારડોલીમાં રેડ; 13 જુગારી ઝડપી
વાંકાનેર ગામે ભાડાના મકાનમાં ચાલતા વરલી–મટકા જુગારધામમાંથી ₹3.96 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત ગ્રામ્ય LCBએ બારડોલીના વાંકાનેર ગામે ભાડેના મકાનમાં ચાલતા વરલી–મટકાના જુગારધામ પર દરોડો પાડી 13 જુગારીઓને ઝડપી પાડ્યા છે. રેડ દરમિયાન પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન, વાહનો સહિત કુલ ₹3,96,260 નો મુદ્દામાલ કબજે કર્યો.
જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન તથા જુગાર વિરોધી અભિયાન દરમ્યાન આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઇન્સ્પેક્ટર આર.બી. ભટોળના માર્ગદર્શન હેઠળ LCB લિસ્ટેડ બુટલેગરો અને જુગારધામો પર સતત વોચ રાખી રહી હતી.
PSI એચ.સી. મસાણીને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતાં જાણવા મળ્યું કે તુષાર દિપકભાઈ શાહ (રહે. વાલોડ) નયનાબેનના ભાડાના મકાનમાં વરલી–મટકાનો જુગાર ચલાવે છે.
ચોક્કસ હકીકતની ખાતરી બાદ LCB ટીમે સ્થળ પર દરોડો પાડ્યો અને જુગાર રમતાં તથા રમાડતાં કુલ 13 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા.
₹3.96 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે સ્થળ પરથી મળેલો મુદ્દામાલ— રોકડ : ₹24,260, 22 મોબાઈલ ફોન : ₹1,99,000, 4 મોટરસાયકલ : ₹1,20,000, 1 ટેબ્લેટ : ₹8,000, 3 લેપટોપ : ₹45,000, વરલી–મટકાના જુગારની સામગ્રી : મૂલ્ય સહિત,કુલ મુદ્દામાલ : ₹3,96,260સુરત LCBએ તમામ મુદ્દામાલ કબજે કરીને જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
બે શખ્સ વોન્ટેડ જાહેર
જુગારધામ ભાડે આપનાર નયનાબેન શૈલેષ હળપતિ (રહે. વાંકાનેર)
અનેજુગાર ચાલક દિપક બાબુ શાહ (રહે. વાલોડ)રેડ સમયે સ્થળેથી ગાયબ હોય પોલીસએ તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.તેમની શોધખોળ માટે LCB તથા સ્થાનિક પોલીસ દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી છે.




