અમદાવાદના એસજી હાઈવે પર આવેલા વિવાંતા ઈન્ટરનેશનલ સ્પા સેન્ટર માં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ દરોડો પાડતા દેહવેપારનો ભાંડોફોડ કર્યો છે.
દરોડા દરમિયાન 8 નોર્થ ઇસ્ટ યુવતીઓને મુક્ત કરવામાં આવી હતી અને સ્પાના મેનેજર મણીલાલ પ્રજાપતિ ને પોલીસએ ધરપકડ કરી હતી.
AHTUએ બાતમી આધારે ડમી ગ્રાહક મોકલીને સમગ્ર કામગીરી સફળ બનાવેલી. સોલા પોલીસે ગુનો નોંધ્યો છે.
ટીમને ખાતરીબાદ માહિતી મળી હતી કે વૈષ્ણોદેવી સર્કલ નજીક સ્પાની આડમાં દેહવેપાર ચાલી રહ્યો હતો.
તેના આધારે ડમી ગ્રાહકને નક્કી રકમ આપીને સ્પામાં મોકલવામાં આવ્યો હતો.
જ્યારે ગ્રાહકે યુવતી સાથે ભાવતાલ નક્કી કરી લીધો ત્યારે તેણે પોલીસને મિસ કોલ કરીને સિગ્નલ આપ્યો હતો.
સિગ્નલ મળતા જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.
સ્પામાં તપાસ દરમિયાન રિસેપ્શન પર મણીલાલ પ્રજાપતિ મળી આવ્યો હતો.
સ્પાના માલિક ગૌતમ ઠાકોર છે અને તેણે આ સ્પા નીલ શાહ અને હિરેન ઉપાધ્યાય પાસેથી ભાડે લીધું હતું.
પોલીસને અંદરથી 8 યુવતીઓ મળી આવી હતી, જે મિઝોરમ, આસામ, ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિતના રાજ્યોની હતી.
સ્પા સેન્ટર લક્ઝુરિયસ ઈન્ટિરિયર સાથે બનાવવામાં આવ્યું હતું અને અંદર કુલ 8 મસાજ રૂમ હતાં.
દેહવેપાર કરતી યુવતીઓને દિવસના હિસાબે રૂપિયા ચૂકવવામાં આવતા હતા.
AHTUએ મણીલાલ, ગૌતમ, નીલ અને હિરેન વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.