વલસાડમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ–હત્યા કેસમાં આરોપીને ફાંસી
પીડિતાના પરિવારને 17 લાખ વળતર ચૂકવવાનો આદેશ; દોઢ વર્ષ બાદ કોર્ટનો ચુકાદો

વલસાડમાં ઓક્ટોબર 2023માં બનેલી 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની હૃદયદ્રાવક ઘટના અંગે સેશન કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટએ આરોપીને દુષ્કર્મ, હત્યા તથા POCSO એક્ટ હેઠળ ફાંસીની સજાફટકારી છે. સાથે જ પીડિતાના પરિવારને રૂ. 17 લાખનું વળતર** ‘વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ’ અંતર્ગત ચૂકવવાનો આદેશ અપાયો છે.
ઘટનાના દિવસે આરોપીએ બાળકીનું અપહરણ કરી તેને જંગલ વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ અને સૃષ્ટિવિરૂદ્ધ કૃત્ય આચર્યા બાદ તેની હત્યા કરી હતી. ઘટનાની ગંભીરતા દ્રષ્ટિને રાખી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તાત્કાલીન એસપી કરણરાજ વાઘેલા તથા તેમની ટીમે રાત્રિના અંધારમાં જંગલ વિસ્તારમાં શોધખોળ કરીને મૃતદેહ શોધી કાઢ્યો હતો. પોલીસે ફક્ત **48 કલાકની અંદર આરોપીને ઝડપી લીધોહતો.
પોલીસે ઝડપી કામગીરીને આગળ વધારી **માત્ર 19 દિવસમાં ચાર્જશીટ** દાખલ કરી હતી. ત્યારબાદ દોઢ વર્ષ સુધી ચાલેલી સુનાવણી બાદ કોર્ટે આજે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો.
કોર્ટએ આરોપી સામે IPCની કલમ 302 (હત્યા), 376, 376AB, 376A (દુષ્કર્મ અને દુષ્કર્મ બાદ મૃત્યુ), કલમ 377 (સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય) તથા કલમ 363 (અપહરણ), તેમજ POCSO એક્ટની જોગવાઈઓ હેઠળ દંડ તથા જુદી–જુદી સજાઓ ફટકારી છે. કલમ 377 હેઠળ 10 વર્ષની સજા અને અપહરણના ગુનામાં 7 વર્ષની સજા પણ નક્કી કરવામાં આવી છે.
આ ચુકાદા બાદ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે અને પીડિતાને ન્યાય મળ્યો હોવાની ભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.




