સુરત જિલ્લાના પીપોદરા GIDC વિસ્તારમાં આવેલી ક્યુરેક્ષ ફ્લેક્ષ કંપની માં કામ કરતા એક પટ્ટાવાળાએ જ કંપનીમાં ચોરી કરીને ફરાર થઈ જવાના બનાવે ચકચાર મચાવી છે.
કંપનીને બેનર બનાવવાનું કામ છે અને અહીં ચાર વર્ષથી કામ કરતો ચમન સિંગ નામનો યુવક દર મહિને ₹15,000 પગાર મેળવતો હતો.
કંપનીના જણાવ્યા મુજબ ચમન સિંગ અવારનવાર માર્કેટિંગ ઓફિસમાં સફાઈ, ચા-પાણી વગેરે માટે આવતા હોવાથી તેને ઓફિસનો આખો અંદાજ હતો. તે સમયે અધિકારીઓ ટેબલમાં રોકડ મૂક્તા હોવાનુ તે જોઇ ચૂક્યો હતો અને એ જ બાબતનો તેણે લાભ લીધો.
ચમન સિંગે અન્ય એક સાથેદારની મદદથી કિચન તરફથી officમાં પ્રવેશ કર્યો , માર્કેટિંગ ઓફિસના ટેબલોનું લોક તોડી અને અંદર રહેલા ₹6 લાખ રોકડા લઈને ભાગી ગયો.
કંપનીના સંચાલકોને બીજા દિવસે ટેબલનું લોક તૂટેલું અને રોકડ ગાયબ જોવા મળતા તેમણે સીસીટીવી ફૂટેજ ચકાસ્યું , જેમાં ચમન સિંગ જ ચોરી કરતો જોવા મળ્યો.
આ ઘટનાની જાણ બાદ કોસંબા પોલીસ એ ગુનો નોંધ્યો છે અને PSI ધાંધલ દ્વારા તપાસ ચાલુ છે.
માંગરોળના કુંવરદા ગામમાં એપાર્ટમેન્ટમાંથી મોપેડ ચોરાઈ
કુંવરદા ગામે આવેલ સ્વસ્તિક એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એક્ટીવા મોપેડ (GJ-19-BM-5619) ચોરાઈ જવાની ઘટના સામે આવી છે.
મોપેડની કિંમત આશરે ₹60,000 છે.
મોપેડના માલિક કવીચંદ રામપલટ પાલ (વય 33), જે લોન એજન્ટ તરીકે કામ કરે છે અને મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના રહેવાસી છે, તેમણે પોતાની મોપેડ પાર્કિંગમાં મૂકી હતી.
પાછા ફરતાં તેઓએ મોપેડ ન જોવા મળતા આસપાસ તપાસ કરી, પરંતુ મોપેડનો કોઈ પત્તો ન લાગતા તેમણે કોસંબા પોલીસને જાણ કરી.
પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.