સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા પોતાની ટીમ સાથે મળીને દર વર્ષની જેમ ખુબ જ ખેરગામ,ચીખલી,વલસાડ તાલુકાના વિવિધ ગામોમાં એકલા અટુલા રહેતા વયોવૃદ્ધ અને દિવ્યાંગોને તેમજ યુવાનોને મીઠાઈ વહેચી દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો.ખુશીઓ વહેંચવાના આ યજ્ઞમાં વલસાડ-ખેરગામ-ચીખલીના આગેવાન મુકેશ પટેલ,દલપત પટેલ,તિલક પટેલ,કીર્તિ પટેલ,મનહર પટેલ,તિલક પટેલ,દિપક પટેલ,ભાવેશ,ભાવિન,સવિતાબેન,કાર્તિક,કેયુર,પથિક,કેતન,કમલ,દેવેન્દ્ર,મિલન,પ્રિતેશ,મયુર,દિવ્યેશ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને કુલ 25 કરતા વધારે પરિવારોને અનાજ કરિયાણા અને 1000 કરતા વધુ પરિવારોને બારાબાંકી મીઠાઈની ભેંટ આપી હતી.આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં મુકેશ પટેલ અને દલપત પટેલે જણાવ્યું હતું કે અમે માત્ર શુભેચ્છા મુલાકાતો જ નથી લેતા પણ ડો.નિરવભાઈ સાથે મળીને અમારી આર્થિક ક્ષમતાઓ અનુસાર વસ્તુઓ વહેંચી ખુશીઓના ખજાનાનું વિતરણનો પ્રયાસ કર્યે છે.વહેંચેલી મીઠાઈ અને અનાજથી અનેક પરિવારોના મુખ પર આનંદનો ભાવ જોવા મળ્યો અને ગરીબ માતાઓએ ભરી ભરીને આશિર્વાદો આપ્યા જેને લીધે અમને દર વર્ષની જેમ કંઈક સારુ કર્યાનો આનંદ મળ્યો.
Related Articles
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વયોવૃદ્ધ અને દિવ્યાંગો સાથે દિવાળી ઉજવી.
November 3, 2025
Check Also
Close

