બારડોલીના જલારામ શોપિંગ સામે ગંદકીના ઢગલાં — પાલિકાની બેદરકારી ઉઘડી પડી : ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું!
બારડોલી નગરના હૃદયસ્થળ ગણાતા **જલારામ શોપિંગ સેન્ટર સામે** છેલ્લા ઘણા સમયથી બાંધકામ મટીરિયલ અને કચરાના ઢગલાંના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.

તેમનું કહેવું છે કે, સ્વચ્છતા અભિયાન ફક્ત કાગળ પર જ ચાલી રહ્યું છે, હકીકતમાં શહેરની સફાઈ વ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ છે.
આ વિસ્તાર ખાણીપીણીની દુકાનો માટે ઓળખાય છે, પરંતુ હવે આ જ સ્થળે દુર્ગંધ અને અસ્વચ્છતા ભરેલો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, નગરપાલિકાના જવાબદારોએ અનેક વાર ફરિયાદ છતાં પણ **કોઈ કાર્યવાહી કરી નથી**, જેના કારણે દુકાનદારો અને ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાણીપીણીની દુકાનો સામે કચરાના ઢગલાં!
જ્યાં લોકો રોજ ભોજન લેવા આવે છે, ત્યાં જ કચરો, માટી અને બાંધકામ સામગ્રીના ઢગલાં જોવા મળે છે.
આ ગંદકીમાંથી મચ્છર અને જીવાતો ફેલાતા આરોગ્ય માટે ખતરો ઊભો થયો છે. ખોરાકની દુકાનદારો કહે છે કે, ગ્રાહકો ગંદકીના કારણે દુકાનોમાં આવવાનું ટાળી રહ્યા છે.
પાલિકાની બેદરકારી સામે લોકોમાં આક્રોશ
સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
તેમનું કહેવું છે કે, સ્વચ્છતા અભિયાન ફક્ત કાગળ પર જ ચાલી રહ્યું છે, હકીકતમાં શહેરની સફાઈ વ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ છે.
આરોગ્ય વિભાગના કર્મચારીનો પ્રતિભાવ
“આ જગ્યાએના મટીરિયલના ઢગલાં દૂર કરવા અને સ્થળને સ્વચ્છ કરવા માટે સુપરવાઇઝરને સૂચના આપી છે.” પરંતુ, લોકોનો સવાલ એ છે કે, સૂચના પછી પણ અમલ ક્યારે થશે?
જલારામ શોપિંગની સામે દ્રશ્ય
♦ગંદકી અને બાંધકામ સામગ્રીના ઢગલાંથી આખો વિસ્તાર દુર્ગંધથી ભરાયો છે.
♦ રસ્તેથી પસાર થનારાઓ નાક પર રૂમાલ રાખીને જતા જોવા મળે છે.


