કોસંબા-સુરત ટ્રેક પર યુવકની આત્મહત્યા
28 વર્ષીય પરપ્રાંતિયે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
બારડોલી

પ્રાપ્ત માહિતી મુજબ, મૃતકનું નામ અમિતકુમાર ઉર્ફે કુંદન રાજેશકુમાર યાદવ (ઉંમર 28) છે. તે મૂળ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના સરાઈ સિંઘાઈ ગામનો રહેવાસી હતો અને હાલ કોસંબા વિસ્તારમાં કામ કરતો હતો.
ઘટનાની વિગતવાર માહિતી
🔹 સ્થળ: કોસંબા-સુરત રેલવે ટ્રેક, થાંભલા નં. 293/19 અને 293/17 વચ્ચે.
🔹 સમય: બુધવારે સાંજના સમયે, કોસંબાથી સુરત તરફ જતી અપ લાઇન પર ઘટના બની.
🔹 ઘટનાક્રમ: અજાણ્યા કારણોસર યુવકે આવતી ટ્રેન સામે કૂદકો મારી જીવન ટૂંકાવ્યું.
પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ
સૂચના મળતાની સાથે જ કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો , અને અકસ્માત મૃત્યુનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસના સૂત્રો અનુસાર, મૃતકના મોબાઈલ ફોન અને દસ્તાવેજો ચકાસી આત્મહત્યાનું કારણ શોધવા તપાસ ચાલુ છે.
સ્થાનિક લોકોમાં ચકચાર:
આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ટ્રેક પાસે એકઠા થઈ ગયા હતા.
લોકોમાં ચકચાર મચી ગઈ હતી કે, યુવકે આત્મહત્યાનો આકરા પગલું શા માટે ભર્યું હશે?

