Uncategorized

પ્રેમિકાને મોતને ઘાટ ઉતારનાર રવિ 3 દિવસના રિમાન્ડ પર

કોસંબાના ચકચારી મર્ડરકેસમાં પોલીસે માંગરોળ કોર્ટમાં રજૂ કર્યો , કાજલદેવીને દીકરાએ મુખાગ્નિ આપી

પોલીસે કહ્યું કે, રવિના રિમાન્ડ દરમિયાન મહત્વના પુરાવા મળી શકે છે.

 

 

 

 

 

સુરત

સુરત જિલ્લામાં ચકચાર જગાવનાર કાજલદેવી હત્યાકાંડ માં હવે કાનૂની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.
કોસંબાના તરસાડી ઓવરબ્રિજ નીચે ટ્રોલીબેગમાં મળેલી યુવતીના હત્યાના આરોપી પ્રેમી રવિ શર્મા ને પોલીસએ માંગરોળ કોર્ટમાં રજૂ કર્યો , જ્યાંથી ત્રણ દિવસનો રિમાન્ડ મંજૂર થયો છે.
કોસંબા પોલીસે રવિ શર્માની ધરપકડ હરિયાણાના ફરીદાબાદમાંથી કરી હતી. હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં, ગુના સમયે પહેરેલા કપડાં, મૃતકનો મોબાઈલ અને કોલ ડેટા રેકોર્ડ (CDR) જેવી વિગતો જાણવા માટે પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટએ ત્રણ દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો.

લગ્નનું દબાણ — મોતનું કારણ!

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, રવિ અને કાજલદેવી વચ્ચે પ્રેમસંબંધ હતા.છેલ્લા કેટલાક મહિનાથી કાજલદેવી લગ્ન માટે દબાણ કરતી હતી , જેના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા.આનાથી કંટાળીને રવિએ કોસંબા ખાતે કાજલદેવીનું ગળું દબાવી હત્યા કરી. પછી તેણે કોસંબા બજારમાંથી ₹800ની ટ્રોલીબેગ ખરીદી અને મૃતદેહ તેમાં મૂકીને ઓવરબ્રિજ નીચે ફેંકી દીધો.

મૃતકની માસીએ દિલ્હીથી આવીને જણાવ્યું કે, “રવિની ચાલચલન યોગ્ય ન હોવાથી અમે કાજલને વારંવાર દૂર રહેવા કહ્યું હતું, પરંતુ તે સાંભળતી નહોતી…”
હવે પરિવારજનોને માત્ર દુઃખ અને પસ્તાવો જ મળ્યો છે.

દીકરાએ માતાને મુખાગ્નિ આપી — હૃદયદ્રાવક દ્રશ્ય

કોસંબા ખાતે કાજલદેવીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. પરિવારજનોની હાજરીમાં માત્ર ચાર વર્ષના પુત્ર સોનુએ પોતાની માતાને મુખાગ્નિ આપી. આ દ્રશ્ય જોઈને સ્થળ પર હાજર દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા.

આગામી તપાસના મુદ્દા:

♦હત્યાના સમયે વપરાયેલ કપડાં શોધવાનું
♦ મોબાઈલ ફોન અને CDR ડેટાની ચકાસણી
♦કોઈ સહઆરોપી છે કે નહીં તેની તપાસ
પોલીસે કહ્યું કે, રવિના રિમાન્ડ દરમિયાન મહત્વના પુરાવા મળી શકે છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!