સુરતમાં 1 કરોડના વિદેશી દારૂ પર રોલર: સુરત પોલીસની પાંચ દિવસમાં મોટી ઝુંબેશ
પોલીસે નાગરિકો પણ જાગૃત રહેવાની અપીલ કરવામાં આવી છે.

-સુરત શહેરમાં નશાબંધીના કાયદાનો કડક અમલ કરવા માટે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતની સૂચના હેઠળ ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા વિશેષ ઝુંબેશ ચાલી રહી છે.
આ ઝુંબેશના ભાગરૂપે, છેલ્લા માત્ર પાંચ દિવસમાં સુરત પોલીસના બે જુદા ઝોન દ્વારા 1,04,49,281 રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસના આ પગલાંથી લોકોમાં પોલીસ તંત્રની કામગીરીની પ્રસંશા કરવામાં આવી હતી.
ઝોન-5માં 78.95 લાખનો દારૂ નષ્ટ
ગઇકાલે શનિવારે, ઝોન-5 (ઉત્રાણ, અમરોલી, જહાંગીરપુરા, અડાજણ અને રાંદેર વિસ્તારમાં) પોલીસ સ્ટેશનો દ્વારા કબ્જે કરાયેલ વિદેશી દારૂના કુલ 78,95,388 રૂપિયાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો.
પોલીસે કાયદેસરની પ્રક્રિયા અનુસાર દારૂને રોલર દ્વારા દબાવી નાશ કર્યો, જે ઘટનાના દ્રશ્યો વિડિઓમાં રેકોર્ડ કરવામાં આવ્યા છે.
ઝોન-4માં 25.53 લાખનો દારૂ નષ્ટ
પાછલા મંગળવારે, સુરત પોલીસના ઝોન-4 (ઉમરા, વેસુ, અઠવા, પાંડેસરા, ખટોદરા અને અલથાણ વિસ્તારમાં) દ્વારા ઝડપાયેલા 25,53,893 રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ પાંડેસરા વિસ્તારમાં કરવામાં આવ્યો હતો.
પોલીસની કડક કાર્યવાહી જારી
પોલીસ જણાવે છે કે આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં નશાબંધી કાયદાનો કડક અમલ અને ગેરકાયદેસર દારૂના વેપાર પર સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરવાનું છે. જથ્થાનો નાશ કરતી વખતે પોલીસ તમામ કાયદેસર પગલાં ઊઠાવે છે




