Uncategorized

સુરતના કાપોદ્રા અને રામપુરા વિસ્તારમાં બે અલગ અલગ સ્થળે આગની ઘટના – કોઈ જાનહાની નહિ

લક્ષ્મણનગરમાં ટીવીના શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી – રામપુરામાં ફ્રિજના શોર્ટ સર્કિટથી આગ, એક વ્યક્તિ સામાન્ય દાઝી ગયો

 

યર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી.

સુરત, સુરત શહેરના કાપોદ્રા અને રામપુરા વિસ્તારમાં અલગ અલગ બે આગની ઘટનાઓ સામે આવી છે. બંને ઘટનાઓમાં મોટાપાયે ઘરનું નુકસાન થયું છે, જોકે સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી.

કાપોદ્રા વિસ્તારના લક્ષ્મણનગર ખાતે પહેલા માળે આવેલી 10 બાય 10 ફુટની રૂમમાં ટીવીમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. થોડા જ પળોમાં આખી રૂમમાં આગ પ્રસરી ગઈ હતી. પરિવારના સભ્યોએ સમયસૂચકતા દાખવી સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં જાનહાની ટળી હતી.

ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા અને પુણા ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સબ ફાયર ઓફિસર શ્રી સુધીર ગઢવીએ જણાવ્યું કે આગ ટીવી અથવા ફ્રિજમાં શોર્ટ સર્કિટ થવાથી લાગી હતી. રૂમમાં રહેલો ગેસ સિલિન્ડર સમયસર બહાર કાઢી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર જવાનોની ઝડપી કામગીરીથી અડધા કલાકમાં આગ કાબુમાં લઈ લેવામાં આવી હતી. આ આગમાં ટીવી, ફ્રિજ અને ઘરવખરી બળી ગઈ હતી.

બીજી ઘટનામાં રામપુરા વિસ્તારમાં આવેલી લોખાત હોસ્પિટલ પાસેના આદિલ પેલેસના છઠ્ઠા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી. ફ્રિજમાં શોર્ટ સર્કિટ થવાથી લાગીેલી આ આગને કારણે ઘરવખરીનો સામાન બળી ગયો હતો. સબ ફાયર ઓફિસર મહેશ પટેલ ે માહિતી આપી હતી કે આગ બુઝાવતી વખતે એજાજ મલિક નામના વ્યક્તિ સામાન્ય દાઝી ગયા હતા , જેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ત્રણ અલગ અલગ ફાયર સ્ટેશનની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો હતો. બંને સ્થળે જાનહાની ટળતાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!