કીમ ચારરસ્તા નજીક નહેરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ; કામરેજમાં હાઈવે પર અજાણ્યા રાહદારીનું મોત
બે અલગ બનાવોથી વિસ્તારમાં ચકચાર: એક બિનવારસી મૃતદેહ, બીજી તરફ હિટ એન્ડ રન કેસમાં વાહનચાલક ફરાર

કીમ ચારરસ્થા નજીક પાલોદ ગામ પાસેની નહેરમાંથી આજે સવારે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યા પછી વિસ્તારમાં ચકચાર મચી હતી. જાણ થતાં જ કોસંબા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહ કબજે લઈ વધુ તપાસ શરૂ કરી.
પોલીસ મુજબ મૃતકની ઉંમર 35થી 40 વર્ષ વચ્ચે હોવાનું અનુમાન છે. પ્રાથમિક તપાસમાં મોત નહેરમાં ડૂબી જવાના કારણે થયું હોઈ શકે છે. પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે.
મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી તેથી કોસંબા પોલીસ આસપાસના વિસ્તારોમાં તપાસ ચલાવી રહી છે. આ ઘટનામાં હત્યા કે આકસ્મિક મોત , બંને એंगलથી તપાસ આગળ વધારી છે.
કામરેજ – ચૌર્યાસી હાઈવે પર હિટ એન્ડ રન: અજાણ્યા રાહદારીનું મોત
કામરેજ નજીક ચૌર્યાસી ગામની સીમમાં નેશનલ હાઈવે નં. 48 પર ઝડપથી આવતા અજાણ્યા વાહનએ એક રાહદારીને ટક્કર મારી હતી. રોડ ક્રોસ કરતી વખતે મળેલી જોરદાર ટક્કરના કારણે રાહદારીનું ઘટનાસ્થળે જ કરુણ અવસાન થયું.
વાહનચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો છે . મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી. અકસ્માતની જાણ થતાં જ કામરેજ પોલીસ સ્થળે પહોંચી હતી અને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
પોલીસ મૃતકની ઓળખ મેળવવા તેમજ ભાગેડૂ ડ્રાઈવર સુધી પહોંચવા તપાસના ચક્રો તેજ કરી રહી છે.
બે બનાવોની મુખ્ય વિગતો
કીમ – નહેરમાં મૃતદેહ
☺અજાણ્યો પુરુષ, ઉંમર 35–40
☺ સંભાવના: ડૂબી જવાથી મોત
☺પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ મોકલાયો
↓☺ઓળખ અને મૃત્યુના કારણની તપાસ ચાલુ————————————————
કામરેજ – હાઈવે હિટ એન્ડ રન
☺અજાણ્યા રાહદારીનું ઘટનાસ્થળે જ મોત
☺નેશનલ હાઈવે 48 પર ઘટના
☺અજાણ્યો વાહનચાલક ફરાર
↓7કામરેજ પોલીસે ગુનો નોંધ્યો, તપાસ શરૂ




