સુરત
સુરતમાં AK-47 જેવી બંદૂક સાથે યુવકોની શોબાજીનો વીડિયો વાયરલ
ત્રિપલ સવારી કરી ભયનો માહોલ સર્જનાર ત્રણેય શખ્સ ઝડપાયા; પૂછપરછમાં ‘રમકડાની બંદૂક’ હોવાનો ખુલાસો

દિલ્હીમાં તાજેતરમાં થયેલા બોમ્બ વિસ્ફોટની ચર્ચા વચ્ચે સુરતના સિંગણપોર વિસ્તારમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ત્રણ યુવક બાઈક પર ત્રિપલ સવારી કરતી વખતે AK-47 જેવી દેખાતી બંદૂક લઈને ફરતા જોવા મળે છે. બાઈકમાં વચ્ચે બેઠેલા યુવકના હાથમાં કારતૂસના સેટ સાથેની લાંબી બંદૂક દેખાતા રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ વીડિયો વાયરલ થતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી.
બાઈક નંબરના આધારે પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા. પૂછપરછ દરમિયાન ખુલ્યું કે તેઓ પ્લાસ્ટિકની રમકડાની બંદૂક લઈને માત્ર શોબાજી કરવા નીકળ્યા હતા. પોલીસે તેમને કાન પકડી માફી પણ માંગાડી. છતાં, ત્રણેય સામે BNSની કલમ 281, 292, 54 તેમજ MV Act 128 અને 129 હેઠળ કાયદેસર કાર્યવાહી નોંધવામાં આવી છે.
ઘટનાનો વિગતવાર વર્ણન
* વીડિયો સિંગણપોરના હરિદર્શનના ખાડા વિસ્તારનો હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે.
* બાઈક પર ત્રણ યુવકો—હસમુખ કાલીદાસ ઓડ (35), તેનો ભાઈ વિક્રમ ઓડ (32) અને મિત્ર રવિ શંકર પગારે—બેઠા હતા.
* યુવાનોના હાથમાં રહેલી બંદૂકની ઉપર કારતૂસનો સેટ દેખાતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો.
* તાજેતરના બોમ્બ બ્લાસ્ટને કારણે લોકો પહેલેથી જ સજગ હતા, તેવામાં બંદૂક સાથે જાહેરમાં ફરવાથી ભયનું વાતાવરણ સર્જાયું.
પોલીસની કાર્યવાહી
બાઈક નંબર પરથી ત્રણે યુવકો ઝડપાયા
બંદૂક પ્લાસ્ટિકની રમકડાની હોવાનું કબૂલ્યું
ત્રણેયને જાહેરમાં કાન પકડી માફી માંગાડવામાં આવી
BNS કલમ 281, 292, 54 તથા MV Act 128, 129 હેઠળ કેસ નોંધાયો




