સુરત
Trending
નવસારી LCBનો મોટો સપાટો: હરણગામમાંથી ₹28.47 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ટેમ્પો ચાલક ઝડપી, 4 વોન્ટેડ જાહેર
ટેમ્પો ભરેલો દારૂ, કુલ ₹38.57 લાખનો મુદ્દામાલ કબજે; ચીખલી વિસ્તારમાં રાત્રિ વોચ દરમિયાન કાર્યવાહી

નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ બાતમીના આધારે ચીખલી તાલુકાના હરણગામ વિસ્તારમાં રેઇડ કરીને ₹28.47 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ટેમ્પો ભરેલો જથ્થો જપ્ત કરીને એક શખ્સને ઝડપી લીધો છે, જ્યારે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસે દરોડા દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 9,396 બોટલો અને બિયરના ટીન ઝડપી પાડ્યા હતા. આ તમામ દારૂ મહિન્દ્રા SML ટેમ્પો (MH-48-CB-4174) માં ભરેલો હતો.ટેમ્પો સહિત કુલ મુદ્દામાલની કિંમત ₹38.57 લાખ આંકવામાં આવી છે.
LCBએ ટેમ્પો ચાલક / મનીષ પ્રવિણભાઈ ધોડિયા પટેલ (ઉંમર 30, રહે. સેલવાસ)
ને ઝડપી લીધો છે.
LCBની સુવ્યવસ્થિત વોચથી સફળતા
LCBના PI વી.જે. જાડેજા ના માર્ગદર્શન હેઠળ સ્ટાફે ખુડવેલ–રાનકુવા રોડ , હરણગામ ગામે આવેલા ચિકન ધાબા પાસે વોચ ગોઠવી હતી. બાતમીને આધારે ગોઠવેલી આ ઓપરેશનલ કાર્યવાહી દરમિયાન દારૂ ભરેલો ટેમ્પો ઝડપી લેવાયો હતો.




