કામરેજ તાલુકાના કોસમાડા ગામે પૃષ્ટીફાર્મ પાર્ટી પ્લોટમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન પાર્કિંગમાંથી બાઇક ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે. લગભગ ₹20,000 કિંમતની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ અજાણ્યા ચોરે ઉઠાવી લીધી હોવાની ફરિયાદ કામરેજ પોલીસ મથકે દાખલ કરવામાં આવી છે.
માળવેલી માહિતી મુજબ, સુરતના પુણા ગામ યોગીચોક નજીક વિજયનગર સોસાયટીમાં રહેતા હસમુખભાઈ જેરામભાઈ ભંડેરી (ઉ.વ. 52)એ ફરિયાદ નોંધાવી છે. તેમના પુત્ર ચિંતનભાઈએ પોતાની GJ-05-EU-4366 નંબરની સ્પ્લેન્ડર પ્લસ બાઇક પાર્ટી પ્લોટના પાર્કિંગમાં પાર્ક કરી હતી. કાર્યક્રમ પૂરો થયા બાદ જ્યારે તેઓ બાઇક લેવા પાછા આવ્યા, ત્યારે બાઇક ત્યાં નહોતી.
ચિંતનભાઈએ તરત જ આસપાસના વિસ્તારોમાં બાઇકની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ બાઇકનો કોઈ સૂતો મળ્યો નહોતો. ત્યારબાદ સ્પષ્ટ થયું કે કોઈ અજાણ્યો ચોર બાઇક લઈને ફરાર થઈ ગયો છે.
ફરિયાદ બાદ કામરેજ પોલીસે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ બાઇક ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના CCTV ફૂટેજ તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેથી ચોરને ઝડપીને બાઇક પરત મેળવી શકાય.