સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટ માં આજે સવારે લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી ઊઠતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ છે.
સવારે 7 વાગ્યે ગ્રાઉન્ડ ફ્લોરની લિફ્ટમાં લાગીેલી આગ ધીમે ધીમે સાતમા માળ સુધી ફેલાઈ ગઈ હતી. ફાયરબ્રિગેડે તાત્કાલિક કોલ-2 જાહેર કર્યો હતો.
સવારે 11 વાગ્યે આગ કાબૂમાં આવી હતી, અને કૂલિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક સાતમા માળની બે દુકાનમાં ફરી આગ પ્રગટતા ફરીથી ઓપરેશન શરૂ કરવું પડ્યું.
ફાયર જવાનો ગૂંગળામણનો ભોગ – એક માર્શલ ઈજાગ્રસ્ત
આગની કામગીરી દરમિયાન બે ફાયર જવાનોને ગૂંગળામણ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સાથે જ ફાયર માર્શલ એક પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
વેપારીઓના લાખો રૂપિયાનું કાપડ અને સામાન બળી ખાક થયો હોવાની આશંકા છે. આગ પર સંપૂર્ણ કાબૂ આવ્યા બાદ જ નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન થઈ શકશે.
દુકાનોના માળિયામાં વિશાળ પ્રમાણમાં કાપડનો સંગ્રહ હોવાને કારણે આગ સતત ફેલાતી રહી હતી.
કાપડ મોટાભાગે સિન્થેટિક હોય , તેનો ધુમાડો ઝેરી હતો, જેના કારણે ફાયર જવાનોને ઓક્સિજન માસ્ક પહેરીને કામગીરી કરવી પડી.
એક બાજુ પાણીનો મારો ચલાવવામાં આવે તો બીજી બાજુ આગ ફરી ભભૂકતી હોય, તેથી ઓપરેશન વધુ કઠીન બન્યું હતું.
ફિલહાર આગે અલગ અલગ માળની દુકાનોને ઝપેટમાં લીધી છે અને ફાયરના દળો 10 કલાકથી નિરંતર કામગીરીમાં લાગેલા છે.